અમરેલી જીલ્લાની લોકસભા બેઠક પર ટીકીટ માટે ના મુરતિયા...

ભાજપ જ નહીં મતદારો પણ ભાવિ ઉમેદવાર ની ચર્ચા કરે છે સંઘાણીના ગઢમાં જીતના સમીકરણો ગોઠવાય રહ્યા છે.

અમરેલી લોકસભાના વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયા 2024 ની ચૂંટણીમાં રીપીટ થવાના નથી એ સત્ય નારણભાઈ તથા કાર્યકરોએ પણ સ્વીકારી લીધું છે અને જ્યારે નવા ઉમેદવાર પસંદ થવાના હોય ત્યારે તેની વ્યાપક ચર્ચા થતી હોય છે રાજકીય રીતે જાગૃત અમરેલી જિલ્લામાં પાટીદાર અને ઓબીસી જ્ઞાતિનું પ્રભુત્વ છે પરંતુ વર્તમાન માહોલમાં જ્ઞાતિ જાતિ થી વિશેષ મોદી ફેક્ટર અને રામલલ્લા ના ફેક્ટર ના કારણે ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે અને તેને કારણે જ અમરેલી બેઠક માં જે ત્રણ નામો વધુ ચર્ચામાં છે તેમાં બે પાટીદાર અને એક અન્ય જ્ઞાતિમાંથી પણ નામ ઉભરી રહ્યું છે.

ત્રણ નામો પૈકી પ્રથમ નામ છે મનીષભાઈ સંઘાણી, અમરેલી ના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના પુત્ર હોવા ઉપરાંત તેમની આગવી ઓળખ પણ તેમણે ઉભી કરી છે ભાજપ યુવા મોરચા ના પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને  સહકારી ક્ષેત્રમાં પણ આગવું યોગદાન અને પદ પ્રાપ્ત કર્યા છે સહકારી અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહી ને માત્ર અમરેલી જ નહીં સમગ્ર જિલ્લામાં નામ ઉભરી રહ્યું છે અને  જો પરિવારવાદ ની અડચણ નહીં આવે તો મનીષ સંઘાણી ની પસંદગી થઈ શકે છે..

બીજું નામ જિલ્લા ના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મંત્રી  બાવકુભાઈ ઉંધાડ નું ચાલે છે. છ વખત ધારાસભ્ય તરીકે રહેલા બાવકુભાઈ જિલ્લાના પ્રશ્નો અંગે સતત જાગૃત રહી અને તેના ઉકેલ સુધી સતત પ્રવૃત રહે છે માટે માત્ર પાટીદાર નેતા રહેવાને બદલે તમામ જ્ઞાતિ-જાતિના નેતા તરીકેની તેમની છાપ છે .નાના માણસ ના કામ માટે પણ તેઓ અંગત રસ દાખવે છે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રહેલા બાવકુભાઈ તંત્ર પાસેથી કામ કરાવવાની આગવી સૂઝ ધરાવે છે વહીવટીય કુશળતાના કારણે કામનો ઝડપથી ઉકેલ લાવી શકે છે  ખેડૂતોને  પાક વીમો અપાવવાની માસ્ટરી ધરાવે છે ખેડૂતો અને ગરીબોના પ્રશ્નોથી વાકેફ રહે છે અને તેઓ ત્રણ વસ્તુ ના વિરોધી છે જેમાં ગુંડાગીરી કરનારા , ભ્રષ્ટાચાર કરનારા અને ખોટા કામો કરનારા આ ત્રણ જાતિ લોકો બાવકુભાઈ થી ડરે છે તેઓ એ સમગ્ર જિલ્લામાં પ્રજાના કોઈપણ પ્રશ્ને હાજર રહીને પ્રજાને ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર થી મુક્ત કરાવેલ છે અને પાટીદાર સમાજમાં તેમનું આગવું સ્થાન અને યોગદાન પણ છે જેથી લોક પ્રતિનિધિ તરીકે સફળ રહી શકે તેવું કાર્યકરો અને મતદારો પણ માની રહ્યા છે

ત્રીજું નામ પાટીદાર સિવાયના જ્ઞાતિમાં લોહાણા સમાજ ના ડોક્ટર ભરત કાનાબાર ની ચર્ચા છે હવે જ્યારે ભાજપના નામથી જીતી શકાય તેમ છે ત્યારે ડો.કાનાબાર માટે આ મહત્વની તક માનવામાં આવે છે તબીબી ક્ષેત્રે અમરેલીમાં મોખરાનું નામ ગણાય છે બુદ્ધિજીવી માં તેમની ગણતરી થાય છે અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં તેમનું વિશેષ યોગદાન છે અને  તેઓ સ્પષ્ટ વક્તા તરીકેની છાપ ધરાવે છે સાથેસાથે  સોશિયલ મીડિયામાં ભાજપને વધુ ઉજાગર કરવા બદલ પક્ષ દ્વારા તેમને અનેકવાર વિવિધ જવાબદારીઓ સોંપાઈ હતી અને તેથી કાર્યકરોનો એક વર્ગ માને છે કે ડોક્ટર કાનાબાર પક્ષના હાઈ કમાન્ડ માં નજરમાં હશે જ.

 

આમ ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લામાં ભાવિ પ્રતિનિધિ ના નામ અંગે ઠેર ઠેર વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચા જીતી શકે તેની થતી હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *